Home News Update Nation Update લદ્દાખના ગ્લેશિયરો અંગે વિચારવા માટે ‘ફૂંગ સુક વાંગડુ’ની PM મોદીને અપીલ…

લદ્દાખના ગ્લેશિયરો અંગે વિચારવા માટે ‘ફૂંગ સુક વાંગડુ’ની PM મોદીને અપીલ…

0

Published by : Anu Shukla

  • સોનમ વાંગચુકના જીવનથી પ્રેરાઈને જ બોલિવૂડ ફિલ્મ ૩ ઈડીયટ્સ બનાવાઈ હતી
  • કેન્દ્રશાસિત પ્રદેશમાં લગભગ બે તૃતીયાંશ ગ્લેશિયર વિલુપ્ત થવાની અણીએ

લદાખના સમાજ સુધારક સોનમ વાંગચુક દેશભરમાં જાણીતા છે. તેમના જીવનથી પ્રેરાઈને જ બોલિવૂડ ફિલ્મ ૩ ઈડીયટ્સ બનાવાઈ હતી જેમાં અભિનેતા આમિર ખાને ફુંગ સૂક વાંગડુનું પાત્ર ભજવ્યું હતું. સોનમ વાંગચુકે તાજેતરમાં વડાપ્રધાન મોદીને લદાખની સુરક્ષા સુનિશ્ચિત કરવા આગ્રહ કર્યો હતો કેમ કે કેટલાક અભ્યાસોમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં લગભગ બે તૃતીયાંશ ગ્લેશિયર વિલુપ્ત થવાની અણીએ પહોંચી ગયા છે તેવી ચેતવણી ઉચ્ચારાઈ હતી.

સોનમ વાંગચુકે કહ્યું લદ્દાખને બચાવવાના પ્રયાસો જરૂરી

સોનમ વાંગચુકે કહ્યું હતું કે જો આ રીતે જ બેદરકારી દાખવવામાં આવતી રહેશે અને લદાખને બચાવવાના પ્રયાસો નહીં કરાય તો અહીંના ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. જેના લીધે ભારત અને તેના પાડોશી દેશોમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.

હાઈવે અને માનવીય પ્રવૃત્તિઓને કારણે ગ્લેશિયર તુલનાત્મક રીતે ઝડપથી પીગળી રહ્યા છે

તેમણે કહ્યું કે જો ઉદ્યોગ, પર્યટન અને વાણિજ્ય લદ્દાખમાં વિકસતા રહેશે તો તેઓ આ જગ્યાને નષ્ટ કરી દેશે. કાશ્મીર યુનિવર્સિટી અને અન્ય રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અભ્યાસોમાં તારણ કઢાયા હતા કે લેહ-લદ્દાખમાં ગ્લેશિયર લગભગ ટુંક સમયમાં સમાપ્ત થઈ જશે. કાશ્મીર યુનિવર્સિટીના અભ્યાસમાં પણ જાણ થઈ હતી કે હાઈવે અને માનવીય પ્રવૃત્તિઓને કારણે ગ્લેશિયર તુલનાત્મક રીતે ઝડપથી પીગળી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version