તાજેતરમા પૂર્વ ડેપ્યુટી CMએ લવ જેહાદના મુદ્દાની વચ્ચે રાજકારણમાં અડચણની વાત પણ રજૂ કરી દીધી હતી. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પાટણમાં લવજેહાદના મુદ્દા વચ્ચે છેલ્લા 45 વર્ષથી રાજકારણમાં કોઇને કોઇ નડતરની વ્યથા ઠાલવી દીધી. સોમવારે સાંજે બનાસકાંઠામાંથી પ્રવેશેલી ગૌરવ યાત્રા બગવાડા દરવાજા ખાતે સભામાં ફેરવાઈ હતી. જેમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા નીતિન પટેલે લવ જેહાદ મામલે ખુબ આક્રમક મૂડમાં આવી મૌલાનાઓ દ્વારા હિન્દુ દીકરીઓની સાથે લગ્ન ન કરવાનો ફતવો કેમ બહાર પડાતો નથી તેવો સવાલ ઉઠાવ્યો હતો. ડેપ્યુટી નીતિન પટેલે જણાવ્યું હતુ કે ઉત્તર ગુજરાત જ નહીં ગુજરાતમાં કમળ સિવાય કોઈ વાત જ નહીં. કમળ એ તો ભગવાનનું પ્રતીક છે. સાથે તેમણે જણાવ્યુ કે પંજો શેનો છે તે જોઈ લેજો. એકલા રોડ રસ્તા અને સ્કૂલનો જ વિકાસ નહિ પણ ધર્મ અને સંસ્કૃતિ જાળવવાનું કામ પણ ભાજપ કરે છે. ધર્મ છે તો આપણે છીએ. આજે કેટલાક જેહાદી લોકો આપણી બહેન દીકરીઓને છેડતી કરે પછી સરકાર કડક થાય અને કહે તો ફલાણા કોમને હેરાન કરે છે એ કોમવાળાને હું કહુ છું કે જાતજાતના ફતવા બહાર પાડો છો તો એવો ફતવો કેમ બહાર નથી પાડતા કે હિન્દુની દીકરી સાથે લગ્ન કરવા નહીં.