- વડોદરામાંથી લસણની આડમાં લઈ જવાતો ૧૪ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મળતી વિગતો અનુસાર પોર તરફથી વડોદરા તરફ આવતી પીકઅપમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે જેવી બાતમી એલસીબી અને વડોદરા ગ્રામ્ય પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન લસણનો જથ્થો લઇ જતી પીકઅપ વાન શંકાસ્પદ જણાઈ આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં લસણની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાળેલ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)