Published by: Rana kajal
લસણ માનવ શરીરમાં લોહી પરિભ્રમણ માટે ખુબ ફાયદાકારક છે તેમ છતા લસણની પ્રકૃતિ ગરમ હોવાથી ઉનાળામાં લસણનુ સેવન ઓછું કરવું જોઈએ જ્યારે શિયાળામાં ભરપુર સેવન કરવું જોઇએ… જો લસણનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.ઉનાળામાં લસણ ખાવાથી શ્વાસ સંબંધી રોગો પણ થઈ શકે છે. લસણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત પેટ સંબંધિત સમસ્યાઓ પણ લસણના ઉપયોગથી દૂર કરી શકાય છે. લસણ લોહી શુધ્ધિકરણ માટે પણ ઉત્તમ છે લસણનો ઉપયોગ મોઢાના ચાંદા દૂર કરવા માટે પણ કરી શકાય છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે વિવિધ પ્રકારના દર્દને દૂર કરવામાં મદદ કરે છે.