Published by : Rana Kajal
લાભ પાંચમનો તહેવાર દિવાળીના ઉત્સવનો અંતિમ દિવસ હોય છે. હિંદુ કેલેન્ડર અનુસાર કારતક મહિનાના શુક્લ પક્ષના પાંચમાં દિવસે લાભ પાંચમ મનાવવામાં આવે છે. આ દિવસને લેખની પાંચમ, જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી અને લાભ પાંચમ જેવા ઘણા અન્યા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘરોમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે. સુખ અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે.
લાભ પાંચમનુ મહત્વ
આ દિવસ સૌભાગ્ય અને લાભ સાથે જોડાયેલો છે. આ દિવસે નવો વેપાર-ધંધો શરૂ કરવુ લાભકારી માનવામાં આવે છે. ગુજરાતમાં લાભ પાંચમ નવા વર્ષનો પહેલો કાર્ય દિવસ છે માટે વેપારીઓ આ દિવસે નવી ખાતાવહી કે ખાતુ ખોલે છે. તેના પર સાથીયો બનાવે છે તેમજ શુભ અને લાભ લખવામાં આવે છે.