Published by : Rana Kajal
22 ડિસેમ્બર 2000ના રોજ થયેલા આ આતંકવાદી હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા હતા. સૈન્યની જવાબી કાર્યવાહીમાં આતંકીઓ પણ માર્યા ગયા હતા.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે આતંકવાદી મોહમ્મદ અશફાક ઉર્ફે આરીફની ફાંસીની સજા માટે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. દિલ્હીના લાલ કિલ્લામાં 22 ડિસેમ્બર 2000ની રાત્રે સેનાની બેરેક પર આતંકવાદી હુમલાના દોષિત અશફાકની ફાંસીની સજા સાથે જોડાયેલી અરજી કોર્ટે ફગાવી દીધા બાદ હવે તેની સજાનો અમલ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 10 ઓગસ્ટ 2011ના રોજ આતંકી અશફાકને ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ આજ સુધી તેને ફાંસી આપવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટે અશફાકની ફાંસીની સજાને પહેલા જ મંજૂરી આપી દીધી છે. દેશની સર્વોચ્ચ અદાલત આજે ફરી દાખલ કરાયેલી સમીક્ષા અરજી ફગાવાઈ દેવાતા હવે આતંકવાદીને અગાઉ અપાયેલ ફાંસીની સજા કાયમ રહેશે.