Published By:-Bhavika Sasiya
લાલ દ્રાક્ષ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ છે લાલ દ્રાક્ષ માનવ શરીરમાંથી શુગરને નિચોવીને બહાર ફેંકી દેશે આ ફળ, હાડકા કરી દેશે મજબૂત દ્રાક્ષ કેટલાય ગુણોથી સંપન્ન હોય છે, એક્સપર્ટનું માનીએ તો, તમામ દ્રાક્ષમાં લાલ રંગવાળી દ્રાક્ષ ખૂબ જ કામની હોય છે. લાલ દ્રાક્ષમાં કેટલાય ગજબના ફાયદા હોય છે. યૂરોપિયન દેશોમાં લાલ દ્રાક્ષનું ચલણ ખૂબ વધારે છે. તેમાંથી રેડ વાઈન બનાવામાં આવે છે. ભારતમાં લાલ દ્રાક્ષનું ચલણ ખૂબ ઓછું છે. લોકો તેના વિશે વધારે જાણતા નથી. પણ લાલ દ્રાક્ષ ગુણોની ખાણ છે જેમકે લાલ દ્રાક્ષનું નિયમિત સેવન કરવાથી હાર્ટ સંબંધિત તમામ પ્રકારની જટિલતાઓથી રક્ષણ કરશે. લાલ દ્રાક્ષમાં ફ્લેવેનોએડ્સ અને પોલીફેનોલ્સ નામની એક એન્ટીઓક્સિડેંટ્સ હોય છે, બ્લડ વેસલ્સને રિલેક્સ પહોંચાડે છે અને હાર્ટના મસલ્સમાં કેટલાય પ્રકારના ઈંફ્લામેશનને કમ કરે છે. તેનાથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ ખૂબ જ ઓછું હોય છે.તેમજ લાલ દ્રાક્ષમાં કાર્બોહાઈડ્રેટની પર્યાપ્ત માત્રામાં હોય છે. તેમ છતાં તે બ્લડ શુગરને વધારતી નથી પણ ઓછું કરે છે. જો કે, વધારે મીઠા હોવાના કારણ અમુક લોકો ડાયાબિટીઝમાં લાલ દ્રાક્ષ ન ખાવાની સલાહ આપે છે. પણ ખોટી છે. કારણ કે લાલ દ્રાક્ષમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ખૂબ ઓછું હોય છે. તેનું કારણ છે લાલ દ્રાક્ષ બ્લડ શુગરને તરત નથી વધારતું. કારણ કે તેમાં એન્ટીઓક્સિડેંટ્સ હોય છે, એટલા માટે આ બ્લડ શુગરને નથી વધારવા દેતું.અને જે લોકો વેટ લોસ કરવા માગે છે, તેમના માટે લાલ દ્રાક્ષ ફાયદાકારક છે. લાલ દ્રાક્ષમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર હોય છે, જે ભૂખનો અનુભવ ઓછો કરે છે. તેની સાથે જ લાલ દ્રાક્ષમાં પાણી વધારે હોય છે, જે પેટને ભરેલું રાખવાનું કામ કરે છે. જે લોકો વજન ઘટાડવા માગે છે, તેમને લાલ દ્રાક્ષનો જ્યૂસ પીવાની સલાહ આપવામાં આવે છે.સાથેજ લાલ દ્રાક્ષનું નિયમિત સેવન કરવાથી આંખના હેલ્થને સારુ રાખે છે. લાલ દ્રાક્ષમાં વિટામિન એ ખૂબ જ માત્રામાં હોય છે. આ ઉપરાંત લાલ દ્રાક્ષમાં રહેલા ફ્લેવેનોઈડ આંખના સેલ્સને રિલેક્સ પહોંચાડવામાં મદદ કરે છે. તેમજ લાલ દ્રાક્ષના સેવનથી હાડકાને મજબૂત કરી શકે છે. લાલ દ્રાક્ષમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ રહે છે, જેનાથી બોન માસ મજબૂત થઈ શકે છે.