Published by : Rana Kajal
હવે લાવારિસ વીમા પોલિસીના નાણાંના ઉચાપતના બનાવો બની રહ્યા છે. હાલમાં જ દિલ્હીમાં પોલીસે લાવારિસ વીમા પોલિસીઓના નાણાંના ઉચાપત પ્રકરણમા પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આ રસપ્રદ બનાવની વિગતો જોતાં પાંચ આરોપીઓ પૈકી એક આરોપી રોહિત કુમાર અગ્રવાલ મેક્સ લાઇફ ઇનસ્યુરન્સના સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા હોય તેમણે ગેરકાયદેસર કંપનીના ડેટાની તપાસ કરી એવી પોલીસીઓ શોધી કાઢી હતી જે મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતા તેની રકમ કોઈ લેવા ન આવ્યું હોય, તેમણે આ માહિતી કંપનીમાં કામ કરતા અને અન્ય આરોપી સુજીત કુમાર મિશ્રાને આપી હતી. જ્યારે સુજીત કુમારે અન્ય આરોપી પ્રેમ પ્રકાશને માહિતી આપી હતી. જેણે અનકલેમડ પોલીસી હોલ્ડરના નામે નવા બેંક ખાતા ખોલાવ્યા હતા અને આધાર સેન્ટરમાં કામ કરતા અને આ બનાવના અન્ય આરોપી વિકાસે બેંક ખાતામાં આધારની તમામ વિગતો અપડેટ કરી આપી હતી. મેક્સ લાઇફ ઇનસ્યુરન્સ કંપનીની ફરિયાદના પગલે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે અત્યાર સુઘી 22પોલીસી હોલ્ડર ની 37 પોલીસીઓના રૂ 2.38 કરોડ ગેરકાયદેસર રીતે ઉપાડી લેવામાં આવ્યા હતા.