Published By : Patel Shital
- એક અલગ અમિત શાહ સાથે થઈ મુલાકાત : નિયાઝ ફારૂકી
તાજેતરમાં મુસ્લિમ ધર્મગુરૂઓનું એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું. જેમાં ગૃહ મંત્રી શાહે જણાવ્યું હતું કે લિંચિગ અને હેટ – સ્પીચની ઘટનાઓ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે આ બેઠકમાં વધતા ઇસ્લામોફોબિયા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં તાજેતરમાં રામ નવમી પર્વના દિવસે થયેલ કોમી તોફાનો, સજાતીય લગ્ન અને સમાન નાગરિક ધારા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુસ્લિમ પ્રતિનિધિ મંડળે ભાજપના નેતાઓ દ્વારા કરાયેલ બયાનો અંગે જણાવી ઉમેર્યું હતું કે આવા સમયે સરકાર કશું ન બોલે તેથી મુસ્લિમોને વધુ નુકશાન થાય છે. આ બેઠકમાં મુસ્લિમ પ્રતિનિધિ મંડળમાં મૌલાના મહમૂદ મદની, મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કમાલ ફારૂકી, વગેરે સામેલ થયા હતા જે પૈકી નિયાઝ ફારૂકીએ જણાવ્યું હતું કે આ વખતે અમિત શાહ કંઈક અલગ જણાયા હતા. તેઓએ પ્રતિનિધિ મંડળની તમામ રજૂઆતો અંગે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.