Published By : Parul Patel
આજકાલ લગ્ન ન કરીને લિવ-ઈન રિલેશનમાં રહેવાનો ટ્રેન્ડ જણાઈ રહયો છે. ત્યારે કેરળ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યુ કે લિવ-ઈનના કરારોને લગ્નનો દરજ્જો આપી શકાય નહીં.

આ ચુકાદા અંગે વિગતે જોતા લિવ-ઈનના કરાર હેઠળ રહેતા યુગલે પરસ્પર સમજૂતી થી છૂટા છેડા અંગે અરજી આપી હતી. આ અરજી અંગે કેરળ હાઇકોર્ટના ન્યાયાધીશ એ. મુહમદ મુસ્તાક અને ન્યાયાધીશ સોફી થોમસે નોંધ્યું હતું કે લિવ ઈન રિલેશન કરારને લગ્નના કરારનો દરજ્જો આપી ન શકાય તેથી છૂટા છેડાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. જોકે બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે લિવ-ઈન રિલેશનનુ રજીસ્ટ્રેશન થયુ છે. ત્યારે મા. ન્યાયાધીશે જણાવ્યુ હતુ કે લિવ-ઇન રિલેશનને કેટલીક માન્યતા છે પરંતું તેને લગ્નનો દરજ્જો ન આપી શકાય.