Published By : Disha PJB
આજકાલ તો મોટાભાગની મહિલાઓ હાઈ હીલની સેન્ડલ પહેરે છે અને એની ફેશન પણ ચાલી રહી છે. જે મહિલા વધારે હિલ્સ પહેરે છે તેને લાગે છે કે હાઈ હીલની સેંડલ એની પર્સનાલીટીને વધારે આકર્ષક બનાવે છે. અમુક મહિલાઓ એને ફક્ત ખાસ સમય પર જ પહેરવાનું પસંદ કરે છે.
હાઈ હિલ્સનો આ શોખ તમારા સ્વાસ્થ્ય પર ભારે પણ પડી શકે છે. હાઈ હીલની સેંડલ પહેરીને ચાલવું અને એને પહેરીને બેલેંસ બનાવી શકવું એ હકીકતમાં ખુબ જ મુશ્કિલ કામ છે.
ઉપરના ભાગમાં દુખાવો :- મહિલાઓ સારી હાઈટ્સ, ચાલ અને ફિગરને આકર્ષક બતાવવા માટે હિલ્સ પહેરે છે. નિયમિત રૂપથી હાઈ હીલ પહેરવા પર તમને ગરદનમાં પણ પરેશાની થઇ શકે છે.
પીઠ અને કમર માં દુખાવો :- હાઈ હિલ્સના કારણે એડીનો દબાવ સાંધા અને ગોઠણ સિવાય કમ્મરના હાડકા અને રીઢ પર પણ પડે છે.
ફ્રેકચર અને પ્લાસ્ટર :- લાંબા સમય સુધી ઉંચી એડી વાળા ચપ્પલ અથવા સેન્ડલ પહેરવાથી હાડકા તૂટી પણ શકે છે. અથવા એમાં તિરાડ પણ પડી શકે છે, પરતું જો હાઈ હિલ્સ પહેરવાની સાથે સાથે વચ્ચે વચ્ચે સામાન્ય ચપ્પલ અથવા બુટ પણ પહેરવામાં આવે તો આ પરેશાનીઓથી બચી શકીએ છીએ.
માંસપેશીઓ માં ખેંચાણ :- ઉંચી એડી ના ચપ્પલ પહેરવાથી માંસપેશીઓ પર પણ ખુબ જ વધારે દબાવ પડે છે. લાંબો સમય હાઈ હિલ્સ પહેરવાથી સાંધા ની માંસપેશીઓ માં ખેચાવ થાય છે, જેનાથી સાઈટીકા જેવી ગંભીર બીમારીઓ નો ખતરો વધી જાય છે.