Published By:-Bhavika Sasiya
આજના સમયમાં લેપટોપ ખુબ ઉપયોગી સાબીત થઇ રહ્યું છે. હવે તો તમામ વર્ગના લોકો લેપટોપ નૉ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે લેપટોપની સાફસફાઈ અંગે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ . લેપટોપને બહારથી સાફ કરવા માટે માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો. ધૂળ, ફિંગરપ્રિન્ટ્સ અને ડાઘને દૂર કરવા માટે સૂકા માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરીને લેપટોપની બહારની સપાટીઓને હળવા હાથે સાફ કરો. જો તમે તેની પર ભાર આપશો તો તો લેપટોપની સ્ક્રીન પર ખરાબ અસર થઈ શકે છે, અને તે ક્રેક પણ થઈ શકે છે.કીઝ અને ટચપેડ વચ્ચેથી કચરો અને ધૂળ દૂર કરવા માટે નરમ બ્રશ અથવા કંપ્રેસ એરનો ઉપયોગ કરો. ફિંગરપ્રિન્ટ્સ, ધૂળ અને ડાઘને દૂર કરવા માટે સ્વચ્છ માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરીને સ્ક્રીનને હળવા હાથે લૂછી લેવુ જોઇએ.લેપટોપના વેન્ટ્ અને પોર્ટ્સમાંથી ધૂળને બહાર કાઢવા માટે કોમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કરો. ડિવાઇસમાં કચરાને અંદર જતા રોકવા માટે લેપટોપને એક ખૂણા પર પકડીને સાફ કરો. ધ્યાનમાં રાખો કે લેપટોપના ચાર્જિંગ પોર્ટ પર કોઈપણ શાર્પ વસ્તુને નાંખવાનો પ્રયત્ન કરશો નહીં. તેનાથી પોર્ટની અંદરના પાર્ટને ડેમેજ થઇ શકે છે.
લેપટોપને નમાવો અને તેને હળવા હાથે ટેપ કરો જેથી ઢીલો કચરો નીકળી જશે. બાકીના કચરાને બહાર કાઢવા માટે તમે કંપ્રેસ એરનો પણ ઉપયોગ કરી શકો છો. કીબોર્ડને સાફ કરવા માટે કોઈપણ લિક્વિડનો ઉપયોગ કરશો નહીં, કારણ કે તે કીઝની વચ્ચે જઈને નુકસાન પહોંચાડી શકે છે.