ભારતમાં Corona વાયરલના નવા વેરિએન્ટનો ખૌફ ધીરે ધીરે વધતો જાય છે, જેના કારણે કેટલાક લોકોએ ઘરેથી બહાર નીકળવાનું ઓછું કરી દીધું છે કે પછી માસ્કને ફરીથી યુઝ કરવાનું શરુ કરી દીધું છે. જો કે આ મહામારીને સતર્ક રહેવું ખુબ જ જરૂરી છે. પરંતુ ડરના પડછાયામાં જીવવાની જગ્યાએ એ વિચારોકે તેની અસર તમે કેવી રીતે ઓછી કરી શકો છો. સૌથી પહેલા Corona વેક્સીનના તમામ ડોઝ ન લીધા હોય તો લઈ લો.સ્ટ્રોંગ ઇમ્યુનીટી માટે પીવો લેમનગ્રાસ હર્બલ ટી લેમનગ્રાસ એક લીલો છોડ હોય છે જેનો ઉપયોગ સાઉથ ઇસ્ટ દેશમાં ભોજન તરીકે થાય છે. તેની મદદથી જો તમે હર્બલ ટી બનાવીને પીશો તો માત્ર ઇમ્યુનીટી જ બુસ્ટ નહિ થાય પરંતુ ડાઈઝેશન પણ તંદુરસ્ત હશે અને પછી વજન ઓછું કરવાનું સરળ રહેશે.લેમનગ્રાસ હર્બલ ટી કેવી રીતે કરે છે કામ લેમનગ્રાસમાં એન્ટી ઓક્સીડન્ટ્સ ભરપૂર માત્રામાં મળે છે જે બોડીને નુકસાન પહોચાડવાવાળા ફ્રી રેડિકલ્સને ભગાડવામાં મદદ કરે છે.
તેનાથી તમે તમારી રોગ પ્રતિકારક શક્તિને બહેતર બનાવે છે જેનાથી કોરોના જેવા વાયરલ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. સાથે જ બોડી ટોક્સિન પણ બહાર નીકળશે.કેવી રીતે તૈયાર થશે લેમનગ્રાસ હર્બલ ટી લેમનગ્રાસ હર્બલ ટીને તૈયાર કરવું ખુબ જ સરળ છે તેને તમે કિચનમાં જ બનાવી શકો છો અને તેના માટે કોઈ એક્સપર્ટ સ્કિલની જરૂર નહિ પડે. સૌથી પહેલા લેમનગ્રાસ સિવાય મધ, લીંબુ, લવિંગ, આદૂ અને તુલસીને જમા કરી દો. હવે એક પેનમાં પાણી ગરમ કરો અને ઉકળવા પર બધી જ સામગ્રી એક વાર મિક્સ કરો અને ફરી ઉકાળો. છેલ્લે એને ગાળીને કપમાં કાઢો અને પી જાઓ. એ વાતનો ખ્યાલ રાખો કે આ ટીને દિવસમાં બે વારથી વધારે ન પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.