Published By : Parul Patel
જાણીતા લોકગાયક અરવિંદ જોશીનું નિધન થયું હોવાના સમાચાર આવતા ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લોકગાયક અરવિંદ જોશીએ 88 વર્ષની ઉંમરે અમેરીકામાં અંતિમ શ્વાસ લીધા.
મુળ સુરેન્દ્રનગરના વતની અને વરસોથી અમેરીકાના લોસ એન્જલસમાં સ્થાઈ થયેલા અરવિંદ જોશીએ ગુજરાતના લોકસંગીતને તેમજ લોકકલાના વારસાને સાત સમંદર પાર જીવંત રાખી હતી. લોકગાયક અરવિંદભાઈ મુગટલાલ જોશીનું અવસાન તા.6/9/2023 બુધવાર શિતળા સાતમની સાંજે 88 વરસની ઉંમરે નીપજ્યું હતુ. અરવિંદભાઈ છેલ્લા બે વરસથી બિમાર હતા. પરંતુ 85 વરસની ઉંમર સુધી એક યુવાનને પણ શરમાવે એવાં પહાડી અવાજથી ગીતો ગાઈ શકતા હતા. એમનાં કંઠે ઝવેરચંદ મેઘાણીની અમર રચના…મને લાગ્યો કસુંબીનો રંગ, સાંભળવી એ જીવતરનો લહાવો ગણાતો હતો. અમેરીકાના કેલિફોર્નિયા રાજયમાં કોઈપણ કાર્યક્રમમાં અરવિંદભાઈ જોષી અચૂક હાજર રહીને પોતાની કલા રજું કરતાં અને પોતાના વિશાળ જ્ઞાનનો પરીચય કરાવતા હતા. એ ગુજરાત તેમજ ભારતની લોકકળા, લોકસંગીત અને લોકસાહિત્યને જીવંત રાખવા અહીં Indian Culture Academy of Los Angeles નામની સંસ્થા સ્થાપીને સતત કાર્યરત રહ્યા હતા.