Published By:- Bhavika Sasiya
- રાજકીય દંગલ કોની કોની વચ્ચે જામશે ?…
આવનાર વર્ષ 2024 માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી અંગેની તૈયારીઓ અત્યારથી જ વિવિઘ પક્ષોમાં શરૂ થઈ ગઈ છે ત્યારે સૌથી મોટી બાબત તો એ છે કે શું ભારતીય જનતા પાર્ટી સામે બધા વિપક્ષો ઍક થશે ખરા..? વન ટુ વન ફાઇટ એટલે કે ભાજપના ઉમેદવાર સામે વિપક્ષનો માત્ર એક જ ઉમેદવાર હોય એવુ બનશે ખરું? આ બાબત મુશ્કેલ છે પરંતું અશક્ય તો નથીજ…અને જો વિપક્ષો ઍક થાય અને સૌ પોતાની મહત્વાકાંક્ષા છોડી દે…અને હાલ તુરત માત્ર ભાજપ હરાઓ દેશ બચાવો, અને નરેન્દ્ર મોદી હટાવોની રાજકીય નીતી અને વલણ અપનાવે તો જ વિપક્ષો માટે વર્ષ 2024 ની ચૂંટણી માં ઉજળી આશા છે. જૉકે ભાજપને હરાવવા માટે 450 સીટો પર વિપક્ષની રણનીતિ કરી લીધી છે તૈયાર, 2024 લોકસભા ચૂંટણી વિપક્ષી દળોએ આગામી લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ કરી લીધી છે. જેના કારણે વિપક્ષી એકતાના માર્ગને મજબૂત કરવા બિહારમાં ઘણી પાર્ટીઓ એકત્ર થવા જઈ રહી છે.