Published By : Parul Patel
લોકસભાની ચૂંટણી અગાઉ રાજ્ય સરકારે આદેશ આપ્યો છે કે શિક્ષકો ઉપરાંત અન્ય સરકારી કર્મચારીઓએ પણ ચૂંટણીની કામગીરી કરવી પડશે.
શિક્ષકો સહિત 12 કેડરોને BLO ની કામગીરી સોંપવા આદેશ આપ્યો છે, જેમાં તલાટી, મધ્યાન ભોજન, અન્ય કર્મીઓનૉ સમાવેશ થાય છે. સાથે જ 3 વર્ષથી વધુ BLO કામગીરી કરનારને મુક્તિ આપવા પણ આદેશ કરાયો છે. બુથ લેવલ ઓફિસરની નિમણુક અંગે ભારતના ચૂંટણી આયોગ, દિલ્હીની માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી તરફથી તમામ કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીને આદેશ અપાયા છે. બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષકો ઉપરાંત અન્ય 12 કેડર, જેમાં તલાટી, મધ્યાહન ભોજન તેમજ સ્થાનિક કર્મચારીઓ પાસેથી કરાવવા આદેશ કરાયો છે. સાથે જ શિક્ષકોને BLO ની કામગીરી ઓછામાં ઓછી આપવા સૂચના આપી.
BLO ની નિમણુંક માટે માત્ર જિલ્લા તેમજ તાલુકા શિક્ષણ અધિકારી સિવાય તાલુકા તેમજ જિલ્લાની અન્ય કચેરીના અધિકારીઓ પાસેથી કર્મચારીઓની માહિતી પણ મેળવવાની રહેશે. 3 વર્ષથી વધુ કામગીરી કરી હોય તેમને BLO ની કામગીરીમાંથી મુક્તિ આપવા તાત્કાલિક હુકમ કરાયા. BLO તરીકે અલગ અલગ કેડરના કેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે, તેની માહિતી પણ મુખ્ય નિર્વાચન કચેરી તરફથી માંગવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, બુથ લેવલ ઓફિસરની નિમણુક અને કામગીરી માટે શિક્ષક સંગઠનો દ્વારા અન્ય 13 કેડરને કામગીરી સોંપવા, શિક્ષકોને ઓછામાં ઓછા સૂચિત કરવા, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોને મુક્તિ આપવા, કામગીરી રોટેશન મુજબ આપવા, ભથ્થું વધારવા, 50 વર્ષ કરતા વધુ ઉંમરના કર્મીઓને કામગીરી ના સોંપવા તેમજ BLO ની કામગીરી અન્ય એજન્સી તેમજ બેરોજગારો પાસેથી કરાવવા માગ કરાતી રહી છે.