Published By : Parul Patel
વર્ષ 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, તે પહેલા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણીઓ યોજવામાં આવશે. આ ચૂંટણીઓના આયોજન અંગે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અત્રે નોંધવું રહ્યું કે ચૂંટણી પંચ જરૂરી કામકાજ અંગે કેલેન્ડર બહાર પાડે છે. જેનુ પાલન દરેક રાજયના ચૂંટણી અધિકારીઓએ કરવાનું હોય છે.
હાલમાં પાંચ રાજ્યોની વિધાન સભાની ચૂંટણી પહેલા દેશમાં તબક્કાવાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) તેમજ પેપર ટ્રેલ મશીનોની પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે