Published by : Vanshika Gor
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની મુલાકાત લેવા તેમના દિલ્હી સ્થિત નિવાસે પહોંચ્યા હતા. તેમની સાથે ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જોવા મળ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નીતીશ કુમાર આજે વિપક્ષના અનેક મોટા નેતાઓ સાથે બેઠક યોજવાના છે. નીતીશ ફરી એકવાર 2024થી પહેલા વિપક્ષને એકજૂટ કરવાની તૈયારી કરી રહ્યા છે.
મલ્લિકાઅર્જુન ખડગે સાથેની બેઠકમાં નીતીશ કુમાર, તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી, લલન સિંહ, મનોજ ઝા, સલમાન ખુરશીદ, મુકુલ વાસનિક અને બિહારના કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ પણ હાજર છે. ફેબ્રુઆરીમાં જ નીતીશ કુમારે એ વાત પર ભાર મૂક્યો હતો કે જો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો 2024ની ચૂંટણી એકજૂટ થઈને લડશે તો ભાજપ 100થી પણ ઓછી બેઠકો પર સમેટાઈ જશે.