Published by : Rana Kajal
ભરૂચ જિલ્લામાં પણ દુકાનદારો રૂ. 2 હજારની નોટ ન સ્વીકારતા ગ્રાહકો વિમાસણમાં…હાલમાં રૂ. 2 હજારની ચલણી નોટ જાત-જાતની પ્રતિક્રિયાઓ બજારમાંથી જાણવા મળી રહી છે. ભરૂચ જિલ્લાના બજારોમાં એવાં કિસ્સાઓ પણ સંભળાઈ રહ્યાં છે કે દુકાનદારો રૂ 2 હજારની ચલણી નોટો સ્વીકારવા અંગે ધરાર ઇન્કાર કરી રહ્યા છે. માત્ર ભરૂચ જિલ્લામાંજ નહી પરંતું રાજયના જુદા જુદા વિસ્તારોના બજારોમાં પણ આજ પરિસ્થતી જણાઈ રહી છે જેના પગલે નાના મોટા ઝઘડાઓ પણ થઈ રહ્યાં છે… આવા સમયમાં હાલના સમયમાં પણ રૂ 2 હજારની ચલણી નોટ કાયદેસરનુ ચલણ હોવાનુ આરબીઆઇ ના ગવર્નરે જણાવ્યુ હતુ. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શકિતકાંત દાસે જણાવ્યું હતું કે હાલમા પણ રૂ 2 હજારની ચલણી નોટ કાયદેસરનું ચલણ છે. જે સ્વીકારવા અંગે ઇન્કાર કરવો એ કાયદેસર રીતે ગુનો છે જોકે રૂ 2 હજારની ચલણી નોટ બદલવા પૂરતો સમય આપવામા આવ્યો છે.