Published By : Parul Patel
હાલના સમયમાં બાળકો મોબાઈલની દુનિયામાં મશગુલ રહે છે તેથી માતા – પિતા ચિંતિત રહે છે. સંતાનોને મોબાઈલની લત છૂટે તે માટે વિવિધ તરકીબો અજમાવતા હોય છે. તેમ છતાં વાલીઓ એમ જણાવી રહ્યા છે કે મોબાઈલની લત છોડાવવી ખુબ અઘરી છે…આવી પરિસ્થિતીમાં બિહારના હાજીપુરા વિસ્તારમાં એક એવો બનાવ બન્યો હતો કે પત્નીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે હું પતિને છોડી શકું પરંતું મોબાઈલ નહી છોડું…
હાજીપુર લાલગંજ વિસ્તારમાં માત્ર 14 દિવસ પહેલા ઇલિયાસ અને શબા ખાતુંનના લગ્ન થયા હતા. શબા આખો દિવસ મોબાઈલ પર વ્યસ્ત રહેતી હોવાથી સાસરિયાઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. આ માટે શુબાને મોબાઈલની લત છોડવાનું કહેતા તરત જ શબાએ પોતાના માતા પિતા અને ભાઈને બોલાવી લીધા હતા. તેવામાં શબાના ભાઈએ રિવોલ્વર કાઢી લીઘી હતી. આ વાતની સમસ્યા ને લઇને પોલીસ કેસ પણ થયો હતો. તેમ છતાં શબાએ જણાવી દીધું કે… તે પતિને છોડી દેશે પણ મોબાઈલ નહિ છોડી શકે…