Published by : Rana Kajal
ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ કલાકારોની ઈચ્છા ફિલ્મ ફેર એવોર્ડ હાંસિલ કરવાની હોય છે. કલાકારોનું સ્વપ્નું ફિલ્મ ફેર એવોર્ડ મેળવવાનું હોય છે ત્યારે અભિનેતા નસીરુદ્દીન શાહ કહી રહ્યો છે કે તે ફિલ્મ ફેરની ટ્રોફીનો ઉપયોગ ફાર્મહાઉસના વોશરૂમમાં હેન્ડલ તરીકે કરે છે..અભિનેતા નસીરુદ્દીન શાહે એક ઇન્ટરવ્યૂમાં એમ જણાવ્યું હતું કે ખુબ મોટી સંખ્યામા કલાકારો પોતાની ભૂમિકાને ન્યાય આપવા મહેનત કરતા હોય છે ત્યારે કોઇ એકને એવોર્ડ આપવો યોગ્ય નથી તેથી તેઓ આવા એવોર્ડને મહત્વ આપતા નથી. તેથી જ તેઓ ફિલ્મ ફેર એવોર્ડની ટ્રોફીનો ઉપયોગ વોશરૂમના હેન્ડલ તરીકે કરે છે. અલબત્ત અભિનેતાએ જણાવ્યું હતું કે પદ્મશ્રી જેવા એવોર્ડનુ ચોક્કસ મહત્વ છે…