પશ્ચિમ બંગાળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકોનો તોટો નથી. અનેક લોકો તેઓના વખાણ કરતાં થાકતા નથી. એક યા બીજા મુદ્દે તેઓના વખાણ થતાં હોય છે પરંતુ તેઓના ટીકાકારો પણ હવે તેઓના વખાણ કરવા લાગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ટકોરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હવે વડાપ્રધાનના વખાણ કર્યા હતા અને તેઓનો આંશિક બચાવ પણ કર્યો. જો કે આ બચાવ રાજકીય પણ હોય શકે.
વિશ્વનાં ઘણા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં હોય છે. તેવામાં હવે નરેદ્ર મોદીની સતત ટીકા કરતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ નરેદ્ર મોદીનાં વખાણ કર્યા હતા. મમતા બેનરજીએ જણાવ્યુ છે કે હાલમાં સીબીઆઇ અને ઇડી નો દુરુપયોગ થઈ રહયો છે. પરતું આ દુરુપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇશારે નહિ પરંતુ ભાજપના અન્ય નેતાઓના ઇશારે થતો હોવાનુ મમતા બેનરજીએ જણાવી સૌને સ્તબ્ધ કરી દીધા હતા.