Published by : Vanshika Gor
બાગેશ્વર ધામ, આજની તારીખમાં એક એવું નામ છે જે અનેક કારણોસર ચર્ચામાં જ રહે છે. હિંદુ ધર્મને સનાતન ધર્મ તરીકે યોગ્ય સ્થાન આપવા માટે બાગેશ્વર ધામના અનેક પ્રયાસો વિશે પણ ઘણી ચર્ચા છે… બાગેશ્વર ધામનું નામ થોડા જ દિવસોમાં દેશભરમાં પ્રખાય્ત કહો કે કુખ્યાત-વિવાદોના વમળમાં રહ્યું છે.. ચમતકારો,બાબા ની ચિઠ્ઠીઓ અને ભારતને હિન્દુસ્તાન બનાવવાની બાબા ની ચેલેન્જના કારણે આ તીર્થસ્થાન પર લોકોની આસ્થા ગાઢ બની રહી છે… આવી સ્થિતિમાં ફિલ્મ નિર્માતા અભય પ્રતાપ સિંહે નામ અને દામ કમાવવાની તક ઝડપતી એક જાહેરાત કરી છે….
દિગ્દર્શક અભય પ્રતાપ સિંહે બાગેશ્વર ધામના ધાર્મિક મહત્વ પર ફિલ્મ બનાવીને તેમના ધાર્મિક, માનવતાવાદી અને સામાજિક કાર્યોને સિનેમા દ્વારા રજૂ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મના નિર્દેશક ઉપરાંત અભય પ્રતાપ સિંહ આ ફિલ્મના લેખક પણ છે. આ ફિલ્મ ‘એપીએસ પિક્ચર્સ’ દ્વારા રજૂ કરવામાં આવશે…
દિગ્દર્શક અભય પ્રતાપ સિંહે ફિલ્મનું ટાઈટલ ‘બાગેશ્વર ધામ’ પસંદ કર્યું છે અને આ ટાઈટલને સત્તાવાર રીતે રજીસ્ટર પણ કરાવી દીધું છે. તેમણે કહ્યું કે, તે આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ કરશે અને આ વર્ષે દશેરામાં ફિલ્મને રિલીઝ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફિલ્મના શુટીંગની વાત કરીએ તો, ‘બાબા બાગેશ્વર’નું શૂટિંગ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના વિવિધ સ્થળો પર થશે.
મોટો સવાલ એ છે કે, ‘બાગેશ્વર ધામ’માં બોલિવૂડના કયા કલાકારો જોવા મળશે? અભય પ્રતાપ સિંહે આ વિશે કહ્યું હતું કે, “હાલ હું આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. આ સમયે, હું એટલું જ કહીશ કે બોલીવુડની કેટલીક મોટી હસ્તીઓ સાથે અલગ-અલગ ભૂમિકાઓ માટે વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં જ તમામ દિગ્ગજ કલાકારોના નામ પણ જાહેર કરવામાં આવશે.”