- કીડીઓની 15,700થી વધુ નામવાળી પ્રજાતિઓ અને પેટાજાતિઓ…
આપણી પૃથ્વી પર પ્રકૃત્તિમાં અલગ અલગ પ્રકારના જીવો વસવાટ કરે છે. પૃથ્વી પર મનુષ્ય ઉપરાંત તમામ અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. જળચર જીવ, જમીન પર ચાલતા જીવ, આકાશમાં ઉડતા જીવ. તેમાંની એક છે કીડીની પ્રજાતિ. કીડીઓ માટે એક ખાસ કહેવત છે કે તમારે એકતા કે અનુશાસન શીખવું હોય તો કીડીઓ પાસેથી શીખો. પરંતુ આપડી પૃથ્વી પર કેટલી કીડીઓ હશે. એમ ક્યારેય વિચાર કર્યો ખરો ? નહિ ને…વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો જવાબ પણ શોધી નાખ્યો છે.
વૈજ્ઞાનિકો દ્વારા હાલમાં જ એક સંશોધન કરવામાં આવ્યું છે. જેમાંથી તેમણે કીડીઓની વસ્તી અંગે તેઓએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેઓએ વિશ્વભરની 489 અભ્યાસ કર્યો હતો. આમાં નિષ્ણાંતોએ કીડીઓની વસ્તીનું વિશ્લેષણ કર્યું હતું. રિપોર્ટ અનુસાર આપણી પૃથ્વી પર લગભગ બે કરોડ અબજ કીડીઓ છે. અંગ્રેજીમાં કહેવા જઈએ તો 20,000 મિલિયન એટલે કે 20,00,00,00,00, 00,00,000 કીડીઓ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કીડીઓની લગભગ 15,700થી વધુ નામવાળી પ્રજાતિઓ અને પેટાજાતિઓ છે. વૈજ્ઞાનિકોના અંદાજ અનુસાર સમગ્ર વિશ્વમાં કીડીઓ લગભગ 12 મિલિયન ટન શુષ્ક કાર્બન ઉત્પન્ન કરે છે. જે પૃથ્વી પરના માનવીના કુલ વજનના પાંચમા ભાગ બરાબર છે.