Published By:-Bhavika Sasiya
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ટામેટા અને શાકભાજીની ચોરી થવાની ઘટનાઓ સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ માર્કેટમાં આજરોજ શાકભાજી અને ટામેટાની ચોરી થઇ છે. આ પહેલા બટાકાની ચોરી થઇ હતી. આજે ટામેટાની ચોરી થઇ છે. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-09-at-4.52.31-PM.jpeg)
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ટામેટા અને શાકભાજીની ચોરી થવાની ઘટનાઓ સામે આવી છે.ત્યારે મોટા વરાછા માતૃશ્રી ફાર્મ પાસે રહેતા કેશવલાલ દેવજીભાઈ પટેલ મોટા વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશીપ એ.બી.સી. સર્કલ પાસે શાકભાજીનો વેપાર કરે છે. તેઓ ગત 30 જૂનના રોજ 50 કિલોના એક કટ્ટા એવા કુલ 45 કટ્ટા બટાટાની ખરીદી કર્યા હતા. ગત 3 જુલાઈના રોજ 43 કટ્ટા બટાટા દુકાનની બહાર રાખીને ઘરે ગયા હતા. જેમાંથી 17 બટાટાના કટ્ટા ચોરી થઈ ગયા હતા. કેશવભાઈને બીજા દિવસે વહેલી સવારે બાજુમાં પાનનો ગલ્લો ચલાવતા પંડિતે ફોન કરીને તમારો માલ ચોરી થઈ ગયો હોવાનું લાગે છે, તેમ જણાવતા કેશવલાલ દુકાને આવ્યા હતા અને તેઓએ તપાસ કરતા 17 હજારની કિંમતના કુલ 17 કટ્ટા બટાટાની ચોરી થઇ હતી. આ અંગે તેઓએ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-09-at-4.52.29-PM.jpeg)
સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક કેસરી કલરનો શર્ટ પેહરેલો છોકરો એક બાદ એક ટામેટાનું કેરેટ લઈ જતો જોવા મળી રહ્યો છે.જોકે આ મામલે પોલીસે સીસીટીવીના આધારે પણ આરોપી સુધી પોંહચવાનો પ્રયત્ન કરી રહી છે.