ગુજરાત રાજયની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન રાજકોટમાં PMના કાર્યક્રમ માટે જિલ્લાની 95 બસ ફાળવાઈ 500 ટ્રીપ રદ કરાઈ હતી. જયારે સુરેન્દ્રનગરમાં 40, ધ્રાંગધ્રામાં 24, લીંબડીમાં 19 અને ચોટીલા ડેપો માંથી 12 બસો ફાળવવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાંથી વડાપ્રધાનના રાજકોટ કાર્યક્રમમાં 95 એસટી બસ ફાળવી દેવાતા આજે અંદાજે 500થી વધુ ટ્રીપ બંધ રહેશે. જેના કારણે ગ્રામ્ય સહિત શહેરીના મુસાફરોને ખાનગી વાહનોના ભરોસે મુસાફરી કરવાનો વારો આવશે. આમ છાશવારે સરકારી કાર્યક્રમોમાં એસટી બસો ફાળવાતા મુસાફરોને હાડમારી ભોગવવી પડી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે આવવાના છે. જ્યાં રોડ શો કરી જનસભા સહિતના કાર્યક્રમો થવાના છે. ત્યારે રાજકોટમાં 19 ઓક્ટોબરના કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાંથી 95 એસટી બસ ફાળવી દેવામાં આવતા ફરી એકવાર મુસાફરોને ખાનગી વાહનોના ભરોસે મુસાફરી કરવી પડશે. જેથી મુસાફરો અને લોકોને ભારે તકલીફો નો સામનો કરવો પડે તેવી પરિસ્થિતી નુ સર્જન થયું છે.