Home News Update Nation Update વડાપ્રધાન નરેદ્ર મોદીનુ સૂચન દેશમાં પોલીસનો યુનિફોર્મ ઍક સમાન હોવો જોઈએ….

વડાપ્રધાન નરેદ્ર મોદીનુ સૂચન દેશમાં પોલીસનો યુનિફોર્મ ઍક સમાન હોવો જોઈએ….

0

Published by : Rana Kajal

હરિયાણા

ભારત દેશના વિવિધ રાજ્યોના CM અને ગૃહમંત્રીઓને PM મોદીએ સલાહ આપી હતી કે પોલીસ સ્ટેશનો પર 20 માળના બિલ્ડિંગ બનાવી દો અને આખા દેશમાં તમામ રાજયોના પોલીસનો યુનિફોર્મ ઍક સરખો કરો. હાલમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના સૂરજકુંડમાં ચાલી રહેલી ગૃહમંત્રીઓની ચિંતન શિબિરના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. ચિંતન શિબિરનો હેતુ વિઝન 2047નું પ્લાનિંગ કરવાનું છે. ચિંતન શિબિરમાં તમામ રાજ્યોના ગૃહમંત્રી, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોના પોલીસ કર્મચારીઓ માટે ‘વન નેશન, વન યૂનિફોર્મ’ પોલિસીની સલાહ આપી છે. સાથે પોલીસ સ્ટેશનો માટે પણ એક ઉપાય સૂચવ્યો હતો. વડાપ્રધાને જણાવ્યુ હતુ કે આખા દેશમાં પોલીસનો યુનિફોર્મ એક જેવા હોવા જોઈએ.  

વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ગૃહમંત્રીઓને કહ્યું કે, પોલીસ માટે ‘વન નેશન, વન યુનિફોર્મ’ માત્ર એક વિચાર છે. હું આને તમારા પર થોપવાનો પ્રયાસ નથી કરી રહ્યો. માત્ર આના પર વિચાર કરો. બની શકે છે તેમાં 5 વર્ષ અથવા 50-100 વર્ષ લાગે, પરંતુ આપણે આ અંગે વિચાર કરવો જોઇએ. સાથેજ વડાપ્રધાને શિબિરમાં ફેક ન્યૂઝ પર પણ પોતાની વાત મૂકી હતી તેમણે કહ્યું કે, આજે સોશિયલ મીડિયા દુનિયાની સૌથી મોટી તાકાત છે, પરંતુ તેના ઉપયોગમાં સાવધાની પણ જરૂરી છે. એક નાની ફેક ન્યૂઝ આખા દેશમાં તોફાન લાવી શકે છે. લોકોને આ અંગે જાગરુક કરવાની જરૂર છે કે કંઇ પણ ફોરવર્ડ કરતા પહેલા વિચારો. જે પણ મેસેજ તમારી પાસે આવે, તેને ફોરવર્ડ કરતા પહેલા તે વેરિફાય જરૂર કરી લો તેમજ પોલીસ સ્ટેશનોની ઉપર 20 માળની બિલ્ડિંગનું નિર્માણ કરવા સૂચન કર્યું હતું. જેથી પોલીસ સ્ટેશન આધુનિક બને અને એના પર રહેવાની વ્યવસ્થા કરવામાં આવે. દરેક શહેરમાં 20-25 પોલીસ સ્ટેશન હશે, જેમાં સુધારો કરી શકાય છે, જેથી કોઈ પોલીસકર્મી 20-25 કિમી દૂર ઘરે ન જવું પડે. તેમણે એવો વિચાર પણ આપ્યો છે કે આખા દેશમાં પોલીસનો યુનિફોર્મ એક હોવા જોઈએ  દરેક રાજ્યએ એકબીજા પાસેથી શીખવું જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ.લો એન્ડ ઓર્ડર સિસ્ટમ સ્માર્ટ હોવી જોઈએ

PMએ કહ્યું, કાયદો અને વ્યવસ્થા માટે વિશ્વસનીય હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સ્માર્ટ ટેકનોલોજીથી કાયદો અને વ્યવસ્થાને સ્માર્ટ બનાવવી શક્ય બનશે. સાયબર ક્રાઈમ હોય કે ડ્રોન ટેક્નોલોજી ને પણ વડાપ્રધાન મોદી એ મહત્વ આપ્યું હતું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version