- એમ કહેવાય છે કે નરેન્દ્ર મોદી કોઇ પણ કઠીન નિર્ણય ગમે ત્યારે લઇ તેને સફળ સાબિત કરી શકે છે…
આજે તા. 17સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ છે ત્યારે તેમની સમાન્ય ચા વાળાથી વડાપ્રધાન સુધીની સફર એક જ સંદેશ આપે છે કે દ્રઢ સંકલ્પ કરનારા માટે કશુ જ અશક્ય નથી. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ ગુજરાતનાં નાનકડા વડનગર ખાતે થયો હતો. પિતા દામોદરદાસ રેલવે સ્ટેશન પર ચા વેચી જીવન ગુજરાન કરતા હતા. નાનકડા નરેન્દ્ર મોદી પણ શાળામાંથી છૂટી સીધા પિતાને મદદ કરવા અને ચા વેચવા જતા હતા. વિદ્યાર્થી જીવનમાં નરેન્દ્ર મોદીને અભિનયમાં પણ રસ હોવાથી નાટકો સાથે પણ સંકળાયેલા હતા. ધીમે ધીમે તેઓ આર એસ એસની વિવિઘ પ્રવૃતિઓમાં રસ લેવા માંડ્યા 17 વર્ષની વયે તેઓ આર એસ એસ સાથે સક્રીય રીતે જોડાઈ ગયાં હતાં.
આ સમયમાં નરેન્દ્ર મોદના આગવા વ્યક્તિત્વનો વિકાસ થયો તેમને જે પણ કામ સોંપવામાં આવે તેને સફળાપૂર્વક કરી શકતા હતા. તેથી તેઓને સફળ કામો માટે અને મેનેજમન્ટ કુશળતા માટે પણ ખ્યાતી પ્રાપ્ત થઈ. વર્ષ 2001નરેન્દ્ર મોદી માટે ખાસ મહત્વનુ સાબિત થયું જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્ય મંત્રી બન્યા.13 વર્ષો સુઘી સતત દીર્ઘ દૃષ્ટિ વડે નિર્ણયો લઇ સતત મહેનત કરી ગુજરાત રાજ્યને વિકાસનું મોડેલ અને આદર્શ રાજ્ય તરીકે સાબીત કર્યુ. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં એવુ વાતવરણ હતું કે મતદારો એમ કહેતા કે અમે નરેન્દ્ર મોદીને મત આપ્યો છે. વર્ષ 2014માં દેશનાં વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર વિશ્વમાં ભારતનુ ગૌરવ અને સન્માન વધે તેવા કાર્યો વડાપ્રધાન મોદી દ્વારા કરાતા આજે એ પરિસ્થિતિ સર્જાઈ છે કે યુક્રેન યુધ્ધ હોય કે વિશ્વની કોઈપણ ધટના માટે ભારતનો અભિપ્રાય અનિવાર્ય બની ગયો છે. વડાપ્રધાન તરીકે મોદીએ લીધેલ મહત્વના નિર્ણયોમાં નોટબંધી, ડિજિટલાઈઝેશન, ટ્રિપલ તલ્લાક પર રોક, કાશ્મીર માં 370 કલમ દૂર કરી, કોરોના મહામારી સમયે લોકડાઉન અંગેનો નિર્ણય નો સમાવેશ થાય છે.