નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન બન્યાને 8 વર્ષ જેટલો સમય થઈ ગયો છે ગયો છે, પરંતુ તેમના પ્રત્યે લોકોનો લગાવ હજુ એટલોજ રહયો છે. નવાઈની બાબત એ છે કે PM મોદીની સૌથી વધુ લોકપ્રિયતા ગુજરાતમાં નહીં પણ છત્તીસગઢમાં હોવાનુ સર્વે માં જણાયું છે . સમાચાર એજન્સી IANS અને સર્વે એજન્સી C-Voterના સંયુક્ત સર્વેમાં સામે આવી હકીકત સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ પસંદ કરતા 93.3 ટકા લોકો છત્તીસગઢમાં છે. દેશના વિવિધ રાજ્યવાર સર્વેક્ષણના આંકડા દર્શાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ પસંદ કરતા 93.3 ટકા લોકો છત્તીસગઢમાં છે. સર્વેમાં ભાગ લેનારા છત્તીસગઢના માત્ર 6.7 ટકા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેનાથી વિપરીત, ગોવાના મહત્તમ 35.8 ટકા લોકોએ પીએમ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ગોવાના 64.2 ટકા લોકો પીએમ મોદીથી ખુશ છે. આ આંકડો દેશના અન્ય તમામ રાજ્યોની સરખામણીમાં સૌથી ઓછો છે.કયા રાજ્યોમાં પીએમ મોદી હોટ ફેવરિટ તેની વિગત જોતા સૌથી વધુ, દિલ્હી 91.4 ટકા સાથે બીજા ક્રમે છે, પ.બંગાળ 90.2 ટકા સાથે ત્રીજા, આસામ 90 ટકા સાથે ચોથા અને હિમાચલ પ્રદેશ 88.8 ટકા સાથે પાંચમા ક્રમે છે. એટલે કે દિલ્હીમાં 8.6 ટકા, પ.બંગાળમાં 9.8 ટકા, આસામમાં 10 ટકા અને હિમાચલ પ્રદેશમાં 11.2 ટકા લોકોએ પીએમ મોદી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તે સાથે કયા રાજ્યોમાં પીએમ મોદી પ્રત્યે નારાજગી છે તેની વિગત જોતા 35.8 ટકા સાથે પ્રથમ પંજાબ 30.3 ટકા સાથે બીજા, તામિલનાડુ 28.5 ટકા સાથે ત્રીજા, 25.9 ટકા સાથે ઝારખંડ ચોથા અને 25.6 ટકા સાથે કર્ણાટક પાંચમા ક્રમે છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ ગોવામાં 64.2 ટકા, પંજાબમાં 69.7 ટકા, તમિલનાડુમાં 71.5 ટકા, ઝારખંડમાં 74.1 ટકા અને કર્ણાટકમાં 74.4 ટકા છે.