વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું આજે વહેલી સવારે 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલીસવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષીવિદ ડો. સલીમ અલી ઉર્દૂ પ્રાથમિક શાળા કમરૂનગર ખાતે લિંબાયતની વિધાર્થિનીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગીય માતા હિરાબાને શ્રધ્ધાંજલી આપવામા આવી છે. તેઓએ હિરાબા મોદીને બે મિનિટનું મૌન પાડી ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. અને તેઓની આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરી હતી.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)