Published by : Rana Kajal
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સુરક્ષામાં ચુક થઈ હતી મૈસુરમાં ઍક મહિલાએ ફેંકેલ ફુલો સાથે મોબાઈલ પણ ફેંકાયો હતો. કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચુક આવી હતી. જ્યારે વડાપ્રધાનનો રોડ શો ચાલી રહ્યો હતો ત્યારે એક મહિલાએ તેનો મોબાઈલ વડાપ્રધાનની કાર તરફ ફેંકી દીધો હતો. પોલીસે તરત જ કસ્ટડીમાં મહિલાની પૂછપરછ શરૂ કરી હતી. જૉકે પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તે બીજેપી કાર્યકર છે અને ભૂલથી મોબાઈલ ફેંકાયો હતો. જૉકે અધિક પોલીસ મહાનિર્દેશક આલોક કુમારે જણાવ્યું હતું કે ફોન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનો હતો અને વડાપ્રધાન મોદી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ સુરક્ષા હેઠળ હતા. જૉકે આ સમગ્ર બનાવ અંગે હજી સઘન તપાસ ચાલુ છે હજી મહિલાનો જવાબ લેવામાં આવશે તેમજ જવાબમા અપાયેલ વિગતો સાચી છે કે નહી તેની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.