Home News Update Health વડીલો માટે ગોલ્ફ રમત ફાયદાકારક …

વડીલો માટે ગોલ્ફ રમત ફાયદાકારક …

0

Published by : Anu Shukla

  • વૃદ્ધોને ગોલ્ફ રમવાથી વધુ ફાયદો થાય છે, લિપિડ આરોગ્ય અને ગ્લુકોઝ મેટાબોલિઝમ પણ સુધરે છે..
  • ગોલ્ફની રમત ઍવી રમત છે કે આ રમત રમવાથી વડીલોને શારીરિક અને માનસિક ખૂબ મોટો ફાયદો થાય છે….

એવી માન્યતા છે કે વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે ફરવું અને એરોબિક્સ ફાયદાકારક સાબિત થાય છે. તે હૃદયથી જોડાયેલી બીમારી (કાર્ડિયોવાસ્ક્યુલર)ને ઘટાડવામાં મદદરૂપ થાય છે. પરંતુ તાજેતરમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર વૃદ્ધોને ફરવા તેમજ એરોબિક્સની તુલનાએ ગોલ્ફ રમવાથી વધુ ફાયદો થાય છે.

BMG ઓપન સ્પોર્ટ એન્ડ એક્સરસાઇઝ મેડિસિનના રિસર્ચમાં વૃદ્ધો પર એરોબિક વ્યાયામની અસરનું આકલન કરાયું હતું. આ રિસર્ચમાં ગોલ્ફ રમવું, ફરવું તેમજ પોલના સહારે ચાલવું એટલે કે નોર્ડિક વોકિંગ કરવું, વૃદ્ધો માટે આ તમામ વ્યાયામ ફાયદાકારક છે. ફિનલેન્ડના સંશોધકોએ તીવ્રતા, અવધિ તેમજ કેલરી બર્નના સંદર્ભે આ ત્રણ અલગ અલગ પ્રકારના એરોબિક અભ્યાસોના પ્રભાવની તુલના કરી હતી. 65થી વધુ ઉંમર ધરાવતા ખેલાડીઓ પર આ રિસર્ચ કરાયું હતું. તેઓએ આ ત્રણ અભ્યાસોની અસર આ ખેલાડીઓ પર જોઇ હતી. આ માટે તેઓએ ખેલાડીઓના બ્લડ સેમ્પલ, ગ્લુકોઝ ટેસ્ટ તેમજ બ્લડપ્રેશર ટેસ્ટ કરાયા હતા. સાથે જ, અભ્યાસ દરમિયાન તેમના શરીરમાં થનારા બદલાવોને નોંધવા માટે અનેક પ્રકારના મશીન ઇન્સ્ટોલ કરાયાં હતાં. પરિણામોમાં જાણવા મળ્યું કે ત્રણે વ્યાયામથી ખેલાડીઓની કાર્ડિયો હેલ્થ સુધરી હતી. આરોગ્ય સુધર્યું અને બ્લડપ્રેશર સંતુલિત રહ્યું છે. ગોલ્ફને કારણે લિપિડ આરોગ્ય અને ગ્લુકોઝ મેટાબોલિઝમ પણ સુધર્યું હતું. ગોલ્ફ રમવાથી સકારાત્મક અસર થઇ હતી. તંદુરસ્તીની સાથે જ બીમારીને દૂર કરવામાં પણ મદદરૂપ સંશોધકો અનુસાર ગોલ્ફ અને એરોબિક્સ હૃદયને સ્વસ્થ રાખવા ઉપરાંત સારવારમાં પણ તેનો ઉપયોગ કરાય છે. ગોલ્ફમાં કસરતની તીવ્રતા ઓછી હોવા છતાં વધુ કેલેરી બર્ન થાય છે જે લાભદાયી હોય છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version