Home News Update Crime વડોદરાના છાણી વિસ્તારમાં ભાડાના મકાનમાં ચાલતા હેરોઇનના કારોબારનો એસ ઓ જી...

વડોદરાના છાણી વિસ્તારમાં ભાડાના મકાનમાં ચાલતા હેરોઇનના કારોબારનો એસ ઓ જી પોલીસે કર્યો પર્દાફાશ…બે ઈસમોને 2.90 લાખના હેરોઇન સાથે ઝડપી પાડ્યા…

0

Published By : Parul Patel

વડોદરા શહેરના છાણી ટીપી -13 વિસ્તારમાં આવેલ વસુંધરા ટેનામેન્ટના એક મકાનમાં SOG પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 2.90 લાખ ઉપરાંતના 58.05 ગ્રામ નશીલો પદાર્થ હેરોઇન સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા, અને ઘરમાંથી એસઓજી પોલીસે બને ઈસમોની ધરપકડ કરી મકાનને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ફોજ સોસાયટીમાં આવતા રહીશો પણ ચોકી ઉઠ્યા હતા અને સોસાયટીના એક મકાનમાંથી હેરોઇન મળી આવ્યું હોવાની જાણકારી રહીશોને થતા સોસાયટીમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/VID-20230713-WA0035.mp4

વડોદરા SOG પોલીસને બાતમી મળી હતી છાણી  ટીપી -13 માં  આવેલ વસુંધરરા ટેનામેન્ટના મકાન નં E 28 માં રહેતા ભાડુઆત જતીન્દરસીગ ઉર્ફ હેપ્પી મેહરસીગ મટ્ટુ અને સંદીપ ઉર્ફ સોનુ બલવિન્દરસીગ રંધાવા ડ્રગ્સ લાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના આધારે આજે SOG પોલીસે વસુંધરરા ટેનામેન્ટના મકાન નં E 28 માં દરોડો પાડ્યા હતા, અને દરોડા દરમિયાન એસ ઓ જી પોલીસને ઘરમાંથી 58.05 ગ્રામ જેટલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી હતી અને બને આરોપીઓની અંગજડતી કરતાં પોલીસને તેમની પાસેથી રૂ. 3,46, 150 રોકડ પણ મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂ. 6.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો  છે.

એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડેલા બને આરોપી સંદીપ રંધાવા અને જતીન્દરસીગ મટ્ટુ અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલા છે અને તેઓ હાલ જ જામીન ઉપર મુક્ત થયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે. હાલ બને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ફતેગંજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે બંને આરોપીઓની પૂછપરછમાં હજુ ચોકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version