Published by : Rana Kajal
- ઝૂમાં થયેલ હુમલામાં સિક્યુરિટી જવાન રોહિત ઇથાપનો જમાનો પગ લાપવો પડશે તેવું નિદાન…
વડોદરા શહેરના સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસે ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી જવાન ઉપર જીવલેણ હુમલો કરતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સિક્યુરિટી જવાનનો પગ કાપવો પડે તેવું નિદાન કરવામાં આવ્યું છે. જયારે જહુ ક્યુરેટર હાલ નરહરિ અમીન હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
સયાજીબાગમાં વિવિધ પ્રકારનાં હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યોરિટી જવાન સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જાય છે. તા. 9 માર્ચના રોજ પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યોરિટી જવાન સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી તપાસ માટે રાઉન્ડમાં ગયા હતા. જેમાં તેઓ હિપ્પોપોટેમસને રાખવામાં આવતા પિંજરામાં ગયા હતા. દરમિયાન હિપ્પોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર પાર હુમલો કરી દીધો હતો.

હિપ્પોએ જીવલેણ હુમલો કરી ચાર-પાંચ બચકાં ભરી લીધાં હતાં. હિપ્પોએ હુમલો કરતા જ પ્રાણીઓ વિષે જાણકાર ઝૂ ક્યુરેટરે મરી જવાનો ડોળ કરી હિપ્પો પાસે જમીન ઉપર સૂઇ ગયા હતા. દરમિયાન સિક્યોરિટી જવાન બચાવ માટે આવી પહોંચતા હિપ્પોએ સિક્યોરિટી જવાન ઉપર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો. હિપ્પોએ કરેલા જીવલેણ હુમલામાં પ્રત્યુષ પાટણકર અને સિક્યોરિટી જવાનને મલ્ટિપલ ફ્રેક્ચર થયાં છે. ઇજાગ્રસ્ત સિક્યોરિટી રોહિતભાઇને જેતલપુર રોડ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેઓના એક કરતાં વધુ અંગોને ગંભીર ઇજા પહોંચી છે. સિક્યોરિટી રોહિતભાઇનો જમણો પગ કાપવાની સ્થિતી સર્જાઇ છે. તેમ વડોદરા કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ જયશ્વાલે જણાવ્યું હતું.