Published by : Rana Kajal
વડોદરાના કમાટીબાગમાં ચાલતી જોઈ ટ્રેનના ટ્રેક અનેક જગ્યાએ સડી ગયા છે તેમજ ટ્રેકનું ધારાધોરણ યોગ્ય રીતે નહીં જળવાતા અકસ્માતનો ભય રહેલો છે જેથી ટ્રેકનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે ત્યાં સુધી ટ્રેન બંધ રાખવા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને પત્ર પાઠવી સામાજિક કાર્ય કરે માંગણી કરી છે.કમાટીબાગના નવીની કરણ હેઠળ ‘ખોડલ કોર્પોરેશનને કમાટીબાગ સ્થિત જોય-ટ્રેનનો વર્ષ 2012માં લોક ભાગીદારી ધોરણે ચલાવવા કોન્ટ્રાક્ટ કર્યો હતો. એમ.ઓ,યુ માં વિવિધ શરતો મુકેલ છે.પણ તે શરતોનું પાલન કરતા નથી.
આ અંગે સામાજિક કાર્યકર અમિત રાજે મ્યુનિસિપલ કમિશનરને પત્રમાં જણાવ્યું છે કે, ખોડલ કોર્પોરેશન ઈજારદાર દ્વારા તા, 22-08-2013 ના રોજ રેલ્વે વિભાગમાં પત્ર લખી અને ટ્રેક-ફિટનેસ સર્ટીફીકેટની માંગણી કરવામાં આવી હતી પણ તા. 5-09-2013 ના રોજ રેલ્વે વિભાગ દ્વારા ઈજારદારને પત્ર લખીને જણાવેલ કે અમારી પોલીસીમાં આવું કોઈ ફીટનસ અંગેનું પ્રમાણપત્ર આપવામાં નથી આવતું એટલે ઇજારદાર દ્વારા ફરી આજદિન સુધી ફિટનેસ સર્ટીફીકેટ કોઈ પણ મેળવેલ નથી.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/022d2eb2-ad95-4d47-b6df-d7785ea44281.jpg)
તેમણે જણાવ્યું છે કે, જોય-ટ્રેનનો આખો ટ્રેક છે સંપૂર્ણ રીતે માટીની અંદર બેસી ગયેલ છે તેમજ ટ્રેકમાં વપરાતો સ્લીપર તેને મેટલના પથ્થરની ઉપર લાગવવાનો હોય છે. પણ મેટલ નહીવત પ્રમાણમાં છે. રેલ્વેના નિયમ મુજબ બે થી ત્રણ ફૂટનું મેટલના પથ્થરની લેર હોય છે. અને તેની ઉપર પાટા બેસાડવામાં આવે છે. તેમજ રેલના પાટા જે ઘણી જગ્યા એ કાટ લાગી સડી ગયેલ છે તેમજ બે પાટા વચ્ચે જે અંતર હોવું જોઈએ તે નથી તેમજ અમુક જગ્યા ઉપર પાટામાં કાટ એટલો છે કે તેને હાથથી કોતરીને કાઢી શકો છો અને બે પાટાને જોઈન્ટ કરવા માટે જે ફીશપ્લેટ લગાવેલ છે. તેમાં નટ-બોલ્ટ લગાવેલ નથી એટલે કે જો આ પ્લેટ નીકળી જાય અને રેલ એકબીજાથી છુટી પડી જાય અને અકસ્માત સર્જાઈ શકે છે.
રેલ્વે ટ્રેકની મેન્યુની ગાઈડ-લાઈન મુજબ ટ્રેકના સૌથી નીચે માટીની એક લેયર હોય છે. તેની ઉપર નાના પથ્થરોની લેયર હોય છે તેની ઉપર મેટલના પથ્થરોની લેયર હોય છે તે મેટલના પથ્થરોની સાઈજ 40 થી 80mmના હોય છે. અને તેની ઉપર સ્લેપાટ બેસાડવામાં આવે છે અને તેની ઉપર રેલના પાટા બેસાડવામાં આવે છે. અને રેલ્વેમાં આ પ્રકાર થી રેલ-ટ્રેક બેસાડવામાં આવે છે અને ટ્રેકના પાટાનું આયુશ્ય વધારેમાં વધારે 10 વર્ષનું હોય છે. આ ખોડલ કોર્પોરેશન દ્વારા સંચાલિત જોય-ટ્રેનને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેમજ તેનો ઈજારો રદ કરવામાં આવે તે જરૂરી છે.