- વાલી અસુવિધા અંગે ફેસબુક પર ફરિયાદ કરી તો વિદ્યાર્થીઓના એલ.સી. કુરિયરમાં ઘરે મોકલી આપ્યા
- શિક્ષણાધિકારીને ફરિયાદ છતાં કોઈ પગલાં નહીં..
- વાલીઓએ સ્કૂલ બહાર વિરોધ નોંધાવ્યો
વડોદરાની અમેરિકન સ્કૂલ ઓફ બરોડાના સંચાલકો દ્વારા વાલી કરેલી અસુવિધાને પોસ્ટને લઈને બે વિદ્યાર્થીઓના એલ.સી. કુરિયર મારફતે ઘરે મોકલી દેતા વિવાદ સર્જાયો છે. કોઈ પણ નોટિસ વગર એલ.સી. મોકલી આપતા સ્કૂલ સંચાલકોની આપખુદશાહી સામે આવી છે જેની સામે વાલી એસો. દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-13-at-1.24.20-PM-1-1024x455.jpeg)
અમેરિકન સ્કૂલ ઓફ બરોડાએ કોઇ પણ પ્રકારની નોટીસ આપ્યા વિના 2 વિદ્યાર્થીઓને એલસી આપી દીધી હોવાના આક્ષેપો વડોદરા પેરેન્ટ્સ એસોસીએશને કર્યા છે. સ્કૂલમાં બાળકોના ખોરાકમાં વંદો આવતા એક વાલી દ્વારા સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી. જેને લઈને સ્કૂલ સંચાલકો દ્વારા બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પણ ફરીયાદ કરી છે.શહેરના આજવા-નિમેટા રોડ પર આવેલી અમેરીકન સ્કૂલ ઓફ બરોડા દ્વારા ધોરણ 7 અને નર્સરીમાં અભ્યાસ કરતાં 2 વિદ્યાર્થીઓને કુરિયર થકી એલસી મોકલી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વડોદરા પેરેન્ટસ એસોસીએશનના પ્રમુખ કિશોર પીલ્લાઇએ જણાવ્યું હતું કે, શાળાએ તમામ હદ વટાવીને એક જ વાલીને એક ધોરણ 7 અને નર્સરીમાં ભણતા બાળકને કોઈપણ જાતની નોટિસ વગર શાળામાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હોતા. ત્યારબાદ, વાલીની માંગણી ન હોવા છતાં બપોરે કુરિયર દ્વારા બાળકોને શાળા છોડ્યાનું પ્રમણપત્ર મોકલી આપ્યું હતું. વડોદરા પેરેન્ટ એસોસિએશને ડીઇઓને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટનાને લઈને બાળકો અને વાલીઓ હચમચી ઉઠ્યા છે.
આ અંગે શાળાના આચાર્યએ જણાવ્યુ હતું કે અમે વાલીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી. પરંતુ વાલીઓએ એલ.સી. સ્વીકાર્યું ન હતું જેથી તેઓને કુરિયર કરવામાં આવ્યું છે. અને ગોળ ગોળ વાતો કરી હતી. આજરોજ આ અંગેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને શાળાની બહાર ધરણા કરવામાં આવ્યા હતા. જો કે શાળા સંચાલકોએ કોઈ વાત ન સાંભળી પોલીસને બોલાવી હતી.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)