- સભાસદો રજુઆત કરવા પહોંચતા બરોડા ડેરીના દરવાજા બંધ કરાયા
વડોદરાના પાદરાનાં કોટના ગામના સભાસદો છેલ્લાં એક વર્ષથી બોનસ ન મળતા રોષે ભરાયા હતા. સભાસદો રજુઆત કરવા બરોડા ડેરી ખાતે પહોંચતા બરોડા ડેરીનાં દરવાજા બંધ કરાયા હતા.
વડોદરા : બરોડા ડેરીમાં છેલ્લા એક વર્ષથી બોનસ ન મળતા સભાસદો રોષે ભરાયા છે. પાદરાના કોટના ગામનાં સભાસદો આજરોજ બરોડા ડેરી ખાતે પહોંચ્યા હતા. બરોડા ડેરીમાં ડિરેક્ટર દિનુમામા ઉર્ફે દિનેશ પટેલ સામે આક્રોશ ઠાલવ્યો હતો. દિનુમામા મૂળ પાદરા તાલુકાના છે. બરોડા ડેરી પ્રમુખના તાલુકામાં જ દૂધ ઉત્પાદકોને અન્યાય થતા સભાસદો રોષે ભરાયા હતા. સભાસદો આ અંગેની રજુઆત કરવા બરોડા ડેરી પહોંચતા બરોડા ડેરીનાં દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.

હાલમાં જ્યારે ચુંટણીઓનું વર્ષ છે અને પાદરા વિધાનસભા બેઠક પરથી બરોડા ડેરીના ડીરેક્ટર દિનુમામા અથવા તેમના કોઈ અંગત ઝંપલાવી શકે છે ત્યારે તેવામાં સભાસદોનો આ વિરોધ તેમને ચુંટણીમાં નુકસાન પહોંચાડી શકે છે. ઉપરાંત સામી દિવાળીએ વિરોધ યોગ્ય ન હોય ત્વરિત તેનું નિરાકરણ લવાય તેની પણ વિચારણા ચાલી રહી છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)