Home News Update My Gujarat વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ગત રાતે આગ…કોઈ જાનહાનિ નહિ…

વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ગત રાતે આગ…કોઈ જાનહાનિ નહિ…

0

તા 27ઓકટોબરની રાતે નવ વાગ્યાના અરસામાં સયાજી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બાળરોગ વિભાગ ના ICUમાં અચાનક આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઇ ગયુ હતુ. સયાજી હોસ્પિટલના બાળકોના આઇસીયુ વોર્ડમાં દાખલ બાળકોને અન્ય વોર્ડમાં ખસેડવાની ફરજ પડી હતી. જૉકે વોર્ડમાં દાખલ બાળ દર્દીઓ અને તેમના માતાપિતા ને સહીસલામત બહાર કઢાયા હતા જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો તેમજ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો જૉકે આગ સામાન્ય હોવાથી હાશકારો અનુભવ્યો હતો. કોઈ જાનહાનિ થઇ ન હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ જાણવા મળી રહ્યું છે. આગનો બનાવ બન્યો ત્યારે આઇસીયુ વોર્ડમાં 50 બાળ દર્દીઓ દાખલ હતા. જૉકે 15 થી વધુ બાળકોને અન્ય વોર્ડમાં ખસેડાયા હતા તમામ બાળકો સહી સલામત હોવાનુ હોસ્પીટલના તંત્ર દ્વારા જણાવાયુ હતુ.

(ઈનપુટ : જીતેન્દ્ર રાજપુત, વડોદરા)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version