Home News Update વડોદરાનું ગૌરવ : વડોદરાની રમતવીર રિદ્ધિ કદમની પસંદગી ટ્રાઇએથલીટ ચાઇનામાં રમાનારી એશિયન...

વડોદરાનું ગૌરવ : વડોદરાની રમતવીર રિદ્ધિ કદમની પસંદગી ટ્રાઇએથલીટ ચાઇનામાં રમાનારી એશિયન ગેમ્સમાં થઇ…

0

Published By : Disha PJB

વડોદરા, અગાઉ કોમનવેલ્થ ગેમ્સ, બર્મિંગહામ અને એશિયન ગેમ્સ, હાંગઝોઉ માટે ટ્રાઇથ્લોન ઇવેન્ટમાં ઇન્ડિયન ટ્રાયથલોન ફેડરેશન દ્વારા ટ્રાયલ/કેમ્પ માટે રિદ્ધિ કદમની પસંદગી થઇ હતી.

ગત વર્ષે રિદ્ધિએ ઓક્ટોબરમાં ધનુષકોટી ખાતે નેશનલ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો. વર્ષ ૨૦૨૧ માં પણ ભારતીય ટ્રાઇક્લોન ફેડરેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સારની ટૂર્નામેન્ટમાં બે કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા.


આ સિદ્ધિઓને જોઇને ઇન્ડિયન ટ્રાઇથ્લોન ફેડરેશનની સી.ઇ.ઓ.એ રિધ્ધી કદમને પત્ર પાઠવી જાણ કરી કે તેની પસંદગી ટ્રાઇએથલીટ ચાઇનામાં રમાનારી એશિયન ગેમ્સમાં થઇ છે. દરેક પડકાર ને પાર કરીને રિદ્ધીએ પોતાની ક્ષમતા પુરવાર કરીને આ સ્થાન હાંસલ કર્યું છે.

એશિયન ગેમ્સમાં ક્વોલિફાય કરવા માટે, તેણીએ ફેબ્રુઆરી અને એપ્રિલ માસમાં યોજાયેલી શ્રેણીબધ્ધ પસંદગીની ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. ગરીબ પરિવારની દિકરીને એશિનય ગેમ્સમાં આમંત્રણ મળતા પરિવારજનોમાં ખુશી વ્યાપી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version