- શિક્ષકના પરિવારની ફરિયાદ ના આધારે પોલીસ તપાસ તેજ
- શિક્ષક ના ઘરમાંથી 10 પાના ની આરોપનામું મળી આવ્યું
- પોલીસે 5 ટિમો બનાવી પરિવારની શોધખોળ આરંભી
વડોદરા ના ડભોઇ રોડ વિસ્તાર માં રહેતા શિક્ષક અને પરિવારે રહસ્ય મય સંજોગો માં ગુમ થતા ચકચાર મચી છે. વડોદરા ના ડભોઇ રોડ સ્થિત કાન્હા આઇકોન ના 303 નમ્બર ના 44 વર્ષીય રાહુલ જોશી હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.રાહુલ જોશીના પરિવાર માં નીતાબેન (43),પુત્ર પાર્થ(21)અને પુત્રી પરી (14) હતા.ગત 20 મી સપ્ટેમ્બર ના રોજ રાહુલ જોશી અને તેનો પરિવાર બપોરે ઘર બંધ કરી ને ગયા હતા જે એક અઠવાડિયા સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેમનો મોબાઈલ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.તેમ છતાં પરિવાર ના બધા જ ફોન બંધ આવતા કોઈ અનહોની ની આશંકાએ રાહુલ જોશી ના પરિવારે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જોકે રાહુલ જોશી ના પાડોશીઓએ જણાવ્યું હતું કે તેમના પરિવાર ને આર્થિક સંકડામણ હોવાથી તેઓ ચિંતા માં રહેતા
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/IMG-20220927-WA0109-1024x826.jpg)
સમગ્ર મામલે પરિવાર જનો આજ રોજ પાણીગેટ પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમના પરિવાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.આખરે પોલીસે રાહુલ જોશી ના પરિવાર ને સાથે રાખી આજ રોજ ચાવી બનાવનાર ને બોલાવી ઘર ખોલી ને તપાસ કરતા 10 પાનાનું આરોપનામું મળી આવ્યું હતું.પોલીસે સમગ્ર નોટ અને 5 મોબાઈલ કબજે કર્યા હતા અને પોલીસ ની પાંચ ટિમો શહેર ના સીસીટીવી અને મોબાઈલ લોકેશન ના આધારે પરિવાર ની શોધખોળ આરંભી છે ઉલ્લેખનીય છે આરોપનામાં માં પૈસા ની લેતી દેતી અંગે સુરત ના અલ્પેશ મેવાડા સહિત 20 થી વધુ લોકો સામે આરોપ લગાવવામાં આવ્યા છે જોકે મોબાઈલ નું છેલ્લું લોકેશન વડોદરા નું જ મળતા પોલીસ માટે આ કોયડો વધુ ગૂંચવાયો છે..
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)