ગુજરાત પણ હવે ખેલ જગતમાં અન્ય રાજ્યો સાથે બાથ ભીડી રહ્યું છે. ગુજરાતના ખિલાડીઓ પોતાની રમતથી દેશ વિદેશમાં ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. ત્યારે નાના બાળકો પણ વિવિધ રમતો રમી આગળ વધી રહ્યા છે. વિશ્વમાં વડોદરા અને ગુજરાતનું ગૌરવ વધે તે માટે 5 વર્ષનો સૌથી નાના સ્કેટબોર્ડ ખેલાડી ગૌરવ પણ ખુબ મહેનત કરી રહ્યો છે. ગૌરવ આ માટે તાલીમ પણ લઇ રહ્યો છે. ગૌરવના પિતા આશિષ તેને ગેમ્સ રમવા માટે મોટીવેટ કરી રહ્યા છે. ગૌરવે સ્કેટબોર્ડ ગેમ્સમાં એક ઇન્ટરનેશનલ ગેમ્સ અને 4 સ્ટેટ ગેમ્સ ભાગ લીધો હતો. તેમજ બેંગલોરમાં રમાયેલી ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી વડોદરાનું નામ રોશન કર્યું હતું. તો હવે ગૌરવની ઈચ્છા ઓલમ્પિકમાં સ્કેટબોર્ડ ગેમ્સ મેડલ જીતવાની છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)