Published by : Vanshika Gor
વડોદરાના ઐતિહાસિક સૂરસાગર તળાવની વચ્ચે ભગવાન સર્વેશ્વર મહાદેવજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા જ વડોદરા શહેરની મુખ્ય ઓળખ હોવાનું મનાય છે. દરમિયાન સર્વેશ્વર મહાદેવજીની 111 ફૂટની વિશાળ મૂર્તિને વિશ્વની પ્રથમ સોનાની મૂર્તિ કહેવામા આવ્યું છે જે મહાશિવરાત્રીના શુભ દિવસે પ્રતિમાને મુખ્ય પ્રધાનના હસ્તે કરાશે લોકાર્પણ કરવમાં આવશે.વડોદરા સુર સાગરમાં પ્રસ્થાપિત શિવજીની સુવર્ણ પ્રતિમા દર્શન માટે ખુલ્લી કરાઈ આ સાથે જ લોકો દર્શન માટે ઉમટયા છે.વડોદરા વાસીઓ માટે આ ગૌરવની વાત છે.
શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા હવે સોનાનું આવરણ ધારણ કર્યું છે.111 ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના સત્યમ, શિવમ, સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.111 ફૂટની ગગનચુંબી પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવો એ કદાચિત વિશ્વનો પ્રથમ પ્રસંગ છે.પણ સર્વેશ્વર શિવની કૃપાથી આ પ્રયોગ સફળ થયું છે.