મળતી માહિતી અનુસાર ફેમસ ગુજરાતી કલાકારો યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકરની ફિલ્મ ‘3 એક્કા’ આવી રહી છે. જેનું પ્રમોશન કરવા માટે ફિલ્મ પ્રમોટરો વડોદરાની એમ એસ યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યા હતા. ફિલ્મના પ્રમોશન વખતે પ્રમોટરો બુટ ચંપલ પહેરી મંદિરમાં પ્રવેશ કરતા વિવાદ સર્જાયો છે. તો આ સિવાય પણ કેટલાક લોકો શિવજીના મંદિરમાં બુટ ચપલ પહેરી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર ઘટના અંગેનો વીડિયો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળમાં રોષ ભભૂકી ઉઠયો હતો. તેઓ દ્વારા આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. જેને પગલે સયાજીગંજ પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ કરી છે.