વડોદરાના કપુરાઈ બ્રિજ નેશનલ હાઇવે પાસે રાજસ્થાન ભીલવાડાથી બોમ્બે જતી લકઝરી બસ ટ્રક પાછળ ઘૂસતા છ લોકોના મોત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, આ દરમિયાન વડોદરાના કપુરાઈ બ્રિજ પાસે ઓવરટેક કરતા સમયે ઘઉં ભરેલા ટ્રક પાછળ બસ ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે 4 લોકોના અને સારવાર દરમિયાન 2 લોકોના મોત નિપજ્યા હતા તેમજ બસના પતરા કાપીને ઇજાગ્રસ્તોને બહાર કઢાયા હતા. જેમાં 13 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતા જ શહેર ટ્રાફિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી કરી હતી. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં રસ્તા પર પાર્ક કરનાર ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થયો છે. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા )