Home News Update My Gujarat વડોદરામાં નિર્માણધીન ઇમારત માં માટી ઘસી પડતા કામ કરી રહેલ ચાર શ્રમજીવી...

વડોદરામાં નિર્માણધીન ઇમારત માં માટી ઘસી પડતા કામ કરી રહેલ ચાર શ્રમજીવી દટાયા ફાયર લાશ્કરોએ રેસ્ક્યૂ ઓપરેશનમાં હાથ ધર્યું….

0

Published By:-Bhavika Sasiya

વડોદરાના શહેરના ચકલી સર્કલ પાસે નિર્માણધીન બિલ્ડીંગ ની સાઇટ પર બિલ્ડીંગના પાયા ખોદાઇને તેમાં બાંધકામ કામગીરી ચાલી રહ્યું હતી તે દરમિયાન માટી ઘસી પડતા ચાર મજૂરો પર દટાયા હોવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી ઘટના ના પગલે ફાયર લાશ્કરોની ચાર ટીમ ઘટના સ્થળે દોડી આવી માટી નીચે દબાઈ ગયેલ મજૂરોને સહીસલામત બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશનમાં હાથ ધર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ચકલી સર્કલથી નટુભાઇ સર્કલ તરફ જવાના રસ્તે નિર્માણધીન થઇ રહેલ બિલ્ડીંગ ની સાઇટ પર બાંધકામની કામગીરી દરમિયાન માટી ઘસી પડતા કામ કરી રહેલ ચાર મજૂરો માટીમાં દટાયા હતા ફાયર વિભાગને ઘટના અંગે જાણ કરવામાં આવતા વડીવાડી ફાયર સ્ટેશન ના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દોરડા વડે સાઇટમાં ઉતરીને બચાવ કામગીરી હાથ ધરી હતી

ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી પર નજર રાખી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતી તેમજ કામગીરી તેજ કરવા ફાયરના જવાનો એ પાવડા લઇને ધીરે ધીરે માટી ખોદીને બચાવ કામગીરી હાથધરી હતી જોકે હાલ માટી માં દબાઈ ગયેલ રમેશ નામ નો શ્રમજીવી મળી આવ્યો નથી ઘટના અંગેની જાણ પોલીસને થતા ગોત્રી
પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યૂની કામગીરીમાં જોડાયો હતો

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version