- પોલીસ, સ્થાનિકોએ મળીને રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું
વડોદરામાં પોર હાઈવેના બ્રિજ પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5ને ઈજાઓ પહોંચી હતી.

વડોદરામાં પોર હાઈવેના બ્રિજ પર ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. ચાર વાહનો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ, 2 મિની ટ્રક, 1 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો બસ રોડની રેલિંગ તોડી લટકતી જોવા મળી હતી.

ઘટના સ્થળે લોકોનું ટોળું જમા થઇ ગયું હતું. અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ, સ્થાનિકોએ મળીને રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતુ. આ અકસ્માતમાં 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિકે સારવાર અર્થે 108 ટીમની મદદ વડે હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડૉદરા)