- પ્રેમની આડમાં પ્રેમિકાની સાસુ આવતા વિધર્મી યુવકે ઢીમ ઢાળ્યું
વડોદરા શહેરના વડસર બ્રીજ નજીક ધોળા દિવસે પ્રેમીએ ઘરમાં ઘૂસી પ્રેમીકાની સાસુની કરપીણ હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વૃદ્ધાની હત્યા કર્યા બાદ હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઇ જતા માંજલપુર પોલીસે ગણતરીની મીનિટોમાં તેને ઝડપી પાડી પુછતાછ હાથ ધરી છે.

બનાવ અંગેની મળતી પ્રાથમિક વિગત અનુસાર, શહેરના વડસર બ્રીજ નજીક આવેલા અંબે એન્કલેવમાં રહેતા દક્ષાબેનના પુત્રના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. જોકે તેમની પુત્રવધુ અને નવાયાર્ડ ખાતે રહેતા શાહરૂખ વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો. જેથી શાહરૂખ તેણીના લગ્ન થયા બાદ પણ દક્ષાબેનની પુત્રવધુને હેરાન કરતો હોવાની ફરીયાદ જે તે સમયે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી.
તેવામાં આજરોજ શાહરૂખ ફરી એક વખત દક્ષાબેનના ઘરે આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે ચપ્પુ જેવા તિક્ષણ હથિયાર વડે પ્રેમીકાની સાસુ દક્ષાબેન ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ શાહરૂખ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે બનાવની જાણ માંજલપુર પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

બનાવની ગંભીરતાને પોલીસે તાત્કાલીક હત્યારા શાહરૂખની શોધખોળ હાથ ધરી ગણતરીની મીનિટોમાં હત્યારાને ઝડપી પાડ્યો છે
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)