ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિઓ અપનાવી રહ્યાં છે. તેના જ ભાગરૂપે પ્રદેશ ભાજપ દ્વારા અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે વડોદરા શહેરના છેવાડે કપુરાઈ ચાર રસ્તા પાસે જિલ્લા ભાજપ દ્વારા બનાવવામાં આવનાર કાર્યાલયનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ પહેલા સભાના પાર્કિંગમાં લોકોને 500-500 રૂપિયાની વહેંચણી કરાતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. જો કે આ વિડિયો બાદ અંતરંગ વર્તુળોએ જણાવ્યું હતું કે જેઓ માટે ગાડી ભાડે કરવામાં આવી હતી તેઓને ડિઝલના પૈસા આપવામાં આવ્યા હતા. જો કે વિરોધ પક્ષ કોંગ્રેસે ભાજપની આ જ નીતિ હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)