વડોદરા શહેરના અલકાપુરી બી.પી.સી રોડ પર ગત રાત્રિ મહિલા કારચાલકની કાર બેકાબુ બની હતી. મહિલાએ બ્રેકના બદલે કારને એટલું જોરથી એક્સલરેટર આપ્યું હતું કે કાર ક્રોકરી શો રૂમનાં પાંચ પગથિયાં ચડી શો રૂમનો કાચ તોડી અંદર ઘૂસી હતી. બનાવને પગલે ક્રિષ્ના ક્રોકરીના માલિક મહેશભાઈ સિંધાણી સહીત સ્ટાફના માણસોમાં અફરાતફરી મચી ગઈ હતી. અને ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. આ સમગ્ર નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેને પગલે શો રૂમમાં અંદાજિત લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ મામલે મહિલા કારચાલક સામે શો રૂમના માલિકે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડૉદરા)