Published By : Disha PJB
વડોદરામાં રાત્રીના સમયે અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. અકોટા દાંડિયા બ્રિજ નજીક રાત્રે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. આ બનાવમાં બાઇક ચાલકે વૃદ્ધાને અડફટમાં લેતા બનાવ સર્જાયો હતો..
અકસ્માતના આ બનાવમાં 65 વર્ષના વૃદ્ધા અને 22 વર્ષીય બાઈકચાલક બંનેનું મોત નીપજયું હતુ. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલીક રાવપુરા પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.